Knowledge Marketing

તમારા બ્લોગ પર ટ્રાફિક કેવી રીતે વધારવો?

આજકાલ મોટાભાગે નવા બ્લોગર પોતાના બ્લોગ પર ટ્રાફિક કેવીરીતે લાવે? જેનાથી તેઓ ઓનલાઈન કમાણી કરી શકે. આ તકલીફના કારણે તેઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે. આજે અમે આપના માટે પોતાના બ્લોગ પર ટ્રાફિક કેવીરીતે વધારવું આ વિષય પર અમારા અનુભવ આપને જણાવીશું. જેનાથી આપ પણ પોતાના બ્લોગ પર ટ્રાફિક વધારી શકો છો.

બ્લોગીંગમાં સૌથી મહત્વની વાત એ છે કે આપ હમેશા નવું શીખો અને તેને પોતાના બ્લોગ પર પ્રયોગ કરતા રહેવું કેમકે જેવું આપ કઈક નવા પ્રયોગો કરશો તેમ આ આપને વધુ સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

આપે બ્લોગીંગ ફક્ત વાંચીને નહિ પણ તેને જ્યાં બ્લોગ કરવાના છો ત્યાં પણ જઈને વાંચવી જોઈએ. તેમજ હમેશા પ્રયત્ન કરતા રહેવું તે જ આપની સફળતાનો રસ્તો બનાવશે. અમે આપને બ્લોગ પર ટ્રાફિક કેવીરીતે વધારવું તેના થોડા ઉપાયો આપને જણાવીશું. જેથી આપ આપના નવા કે જુના બ્લોગ પર ટ્રાફિક લાવવું સરળ થઈ જશે.

બ્લોગની થીમ અને ડિઝાઇન પર ધ્યાન આપવું.:

જો આપે નવું બ્લોગ શરૂ કર્યું છે અને વિચારી રહ્યા છો કે ટ્રાફિક કેવીરીતે લાવવો. આપે સૌપ્રથમ બ્લોગની થીમને પ્રોફેશનલી ડિઝાઇન કરવાની રહેશે. જો આપે પોતાના બ્લોગને વ્યવસ્થિત ડિઝાઇન નહિ કરો તો એનાથી વિઝીટર્સને આપના બ્લોગની ડિઝાઇન પસંદ ના આવવાથી તરત જ બ્લોગ છોડીને જતા રહેશે. આનાથી આપના બ્લોગની બાઉન્સ રેટિંગ વધશે જે બ્લોગની ગૂગલમાં રેટિંગ ખરાબ કરે છે.

કિવર્ડ રિસર્ચ કરો અને એક મહિનાનું કન્ટેન્ટ તૈયાર રાખવું.:

આપે જે કેટેગરીને ધ્યાનમાં રાખીને બ્લોગ બનાવ્યું છે તેના પર સૌપ્રથમ ક્યાં ક્યાં વિષયો પર લખવાના છો તેના પર આપે કિવર્ડ રિસર્ચ કરવી.

આ સાથેજ બ્લોગને લાઈવ કરતા પહેલા તેની એક મહિનાની કન્ટેન્ટ લિસ્ટ તૈયાર કરી લેવી જોઈએ. ઉપરાંત આપ આપની ઈચ્છા મુજબ દરરોજની બે થી ત્રણ પોસ્ટ મૂકી શકો છો. તેમજ આગલા મહિનાની પણ કન્ટેન્ટ લિસ્ટ તૈયાર કરી શકશો.

કિવર્ડ રિસર્ચ શુ છે અને તે કેવીરીતે કરવું? :

આપે આપના બ્લોગ પર ટ્રાફિક અને રીડર્સ કેવીરીતે લાવવા એ બાબત પર સર્ચ કરી રહ્યા છો તો આપે સૌપ્રથમ કિવર્ડ રિસર્ચ પર ધ્યાન આપવું જોઈએ.

કિવર્ડ એક પ્રકારનો પ્રશ્ન હોય છે. જે લોકો સર્ચ કરી રહ્યા હોય છે અને તેના વિશે જાણવા ઈચ્છે છે. તો આપે આપની કેટેગરીને લગતા વિષયો માટે કિવર્ડ રિસર્ચ કરવી જોઈએ. આપ કિવર્ડ રીસર્ચ કરવા માટે ગુગલ કિવર્ડ પ્લાનર, કિવર્ડ એવરીવેર ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંને ટુલ્સ ફ્રી છે.

આપે નવા બ્લોગ માટે ઓછી કોમ્પિટિશન વાળા કિવર્ડની પસંદગી કરવી અને તેને સંબંધિત પ્રશ્નોને પણ તે લિસ્ટમાં સામેલ કરવા. જેનાથી આપના બ્લોગની સર્ચઈંગ સૌથી પહેલા આવે. એનાથી આપના કન્ટેન્ટની ક્વોલિટી પણ સારી માનવામાં આવશે.

ઉદાહરણ તરીકે: જો આપને ‘આપ પાતળા કેવી રીતે થશો’ આની પર જો કન્ટેન્ટ લખવાના હોવ તો એમાં એ પણ સામેલ કરાય કે ‘આપનું વજન ઓછું કેટલા દિવસોમાં થઈ શકે છે?’, કે પછી ‘પાતળા થવા માટે કેવો ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ’, ‘આપ કેટલા દિવસમાં પાતળા થઈ શકો છો’ વગેરે.ઉદાહરણ તરીકે: જો આપને ‘આપ પાતળા કેવી રીતે થશો’ આની પર જો કન્ટેન્ટ લખવાના હોવ તો એમાં એ પણ સામેલ કરાય કે ‘આપનું વજન ઓછું કેટલા દિવસોમાં થઈ શકે છે?’, કે પછી ‘પાતળા થવા માટે કેવો ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ’, ‘આપ કેટલા દિવસમાં પાતળા થઈ શકો છો’ વગેરે.

આપે કોઈપણ વિષય પર લખવા માટે ગૂગલ સર્ચમાં આપના વિષયની સર્ચ કવેરી નાખવી અને જે સલાહ આવે છે તેને પોતાના કન્ટેન્ટમાં જરૂરથી સામેલ કરવું. આનાથી આપના મુખ્ય કિવર્ડ સિવાય પણ તેનાથી સંબંધિત વિષયથી પણ ટ્રાફિક આવે છે.

આપના બ્લોગને સર્ચ એન્જીન પર સબમિટ કરો.:

જ્યારે આપ પોતાનું બ્લોગ તૈયાર કરી લો છો ત્યારપછી આપ તે બ્લોગને ગૂગલ સર્ચ એન્જીનમાં સબમિટ કરી શકો છો. ગૂગલમાં કેવી રીતે સબમિટ કરવું તે વિશે ગૂગલ પરથી આર્ટિકલ માંથી જાણકારી મેળવી શકાય છે.

પોસ્ટ માટે આપ ગૂગલ ટ્રેન્ડનો ઉપયોગ કરી શકો છો.:

જો આપનો બ્લોગ નવો છે તો શરૂવાતમાં આપ ગૂગલ ટ્રેન્ડના વિષયો પર આપના કન્ટેન્ટને તૈયાર કરી શકો છો. આનાથી આપને પ્રતિદિન નવા નવા વિષયો વિશે જાણકારી મળશે અને એવા વિષયો પર પોતાના કન્ટેન્ટ લખવાથી પણ ટ્રાફિક આવી શકે છે.

સૌપ્રથમ આપ ગૂગલમાં ગુગલ ટ્રેન્ડસ્ લખવું અને તે લિંક જવું. ત્યાં આપને ડાબી બાજુ ક્યાં દેશને ટાર્ગેટ કરવો છે. તે વિકલ્પ મળશે. ત્યારપછી આપે જમણી બાજુ ખૂણામાં આપે ગૂગલ ટ્રેન્ડસ્ પર ક્લિક કરીને ટ્રેન્ડિંગ સર્ચ પર ક્લિક કરવાનું છે.

હવે આપને રિયલ ટાઈમ સર્ચ અને ડેલી ટાઈમ સર્ચની સાથે કેટેગરી પણ દેખાશે. આપ અહીંથી એ જોઈ શકશો કે લોકો શુ સર્ચ કરી રહ્યા છે. આપ તે મુજબ આપના બ્લોગના વિષયો બનાવી શકો છો.

ગુગલ ન્યૂઝની મદદથી પણ ટ્રાફિક વધારી શકાય છે.:

ગૂગલ ન્યૂઝથી હિંદી અને ઈંગ્લીશમાં વિષયો જોઈ શકાય છે અને જો આપે હિન્દી બ્લોગ છે તો ગૂગલ ન્યુઝ હિંદીથી આપના વિષયોને પસંદ કરી શકો છો. ગુગલ ન્યૂઝના વિષયોથી આપ આપના નવા બ્લોગ પર વિઝિટર્સ લાવી શકો છો.

ત્રણ મહિના સુધી પ્રયત્ન કરવા કે આપના નવા બ્લોગ પર ઓછામાં ઓછી ૪૦૦ પોસ્ટ હોય.:

ગુગલ આજકાલ નવી વેબસાઈટ પર ધ્યાન આપી રહ્યું છે તો આપે પણ આપના બ્લોગને ગૂગલમાં એ બતાવવું પડશે કે આપ નકલી પબ્લિશર નથી અને આપે સતત ૩ મહિના સુધી પ્રયત્ન કરતા રહેવાનું છે કે આપની વેબસાઈટ પર ઓછામાં ઓછી ૪૦૦ પોસ્ટ થઈ જાય.

આપની પોસ્ટ ઓછામાં ઓછી છસો થી સાતસો શબ્દની હોવી જોઈએ. જો આપ સતત ત્રણ મહિના સુધી દરરોજ વિષય પબ્લિશ કરશો તો ગુગલ પોતેજ આપના વિષયોને રેન્ક આપશે. આપે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપના વિષયમાં વારંવાર એક જ કિવર્ડ પર ફોક્સ ના હોવું જોઈએ.

આપે સારી રીતે જોઈને કરીને પોતાના આર્ટિકલને લખવું. પછી તે લખવામાં ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક ભલે લાગે. આપની વેબસાઈટ પર સારો વિષય જ રાખવો. જેનાથી આપના વિઝિટર્સને આપની વેબસાઈટ પર ભરોસો થઈ જાય.

આપને આપની બ્લોગ પોસ્ટને અપલોડ કરતા સમયે SEO ટાઇટલ અને મેટા ડિસ્ક્રીપશનને જરૂરથી અપડેટ કરવું જોઈએ.

આપ આ ટિપ્સનો ઉપયોગ કરીને શરૂવાતના ત્રણ મહિના સુધી ટ્રાફિક લાવી શકશો. પણ આપના બ્લોગને લાંબા સમય સુધી કમાણી કરવાનું લક્ષય છે તો અમે આપને એ પણ જણાવા જઇ રહ્યા છીએ કે આપ આપના જુના બ્લોગ પર હાઇ ટ્રાફિક અને વિઝિટર્સ કેવીરીતે લાવવા.

No Comments

    Leave a Reply